મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ દ્રારા તાજેતરમાં બે દ્દિવસીય રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ વિવિધ રમતોનો નિજાનંદ માણીને ઉત્કૃષ્ઠ રમતનું પ્રદશન કર્યું હતું. બાળકોના કોલાહલ અને કોઈ ખેલાડીને જીતાડવા માટેની ચીસાચીસથી નવયુગનું ક્રિડાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ સ્પોર્ટ્સ ડે નો ખાસ હેતુ બાળકોના જીવનમાં રમત-ગમતનું મહત્વ ટકી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેચ , વિવિધ એથ્લેટીક્સ તથા 20 થી પણ વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓએ ખેલદિલીથી અલગ-અલગ રમતમાં ભાગ લઈ પોતાનુ કૌવત બતાવ્યું હતુ. આ રમતોત્સવના આયોજનને પાર પાડવા વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમાર તથા અન્ય શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર દ્વારા મશાલ રેલીમાં મશાલ પ્રગટાવીને રમતોત્સવને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો .સાથે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.