શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટે લોકોએ પણ અદમ્પ ઉત્સાહ દાખવ્યો : રોપા ઘટ્યા, હવે ફરીથી આગામી સમયમાં વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબીને લીલુંછમ હરિયાળું બનાવવા માટે આજે વિવિધ સંસ્થાઓ દ્વારા ઘટાદાર વૃક્ષો થાય તેવા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે મોરબીને લીલુંછમ હરિયાળું બનાવવા માટે લોકોએ પણ પ્રચંડ પ્રતિસાદ દાખવતા માત્ર 45 મિનિટમાં જ 1200 રોપાનું વિના મૂલ્યે વિતરણ થઈ ગયું હતું. મોરબી જિલ્લામાં વરસાદની સિઝન શરૂ થઈ ચૂકી છે. તેથી ઠેરઠેર વૃક્ષોના વાવેતરનો અનુકૂળ સમય હોવાથી દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબી શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓએ શહેરને ઉપવન બનાવવામાં માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા હતા અને આજે મોરબીના શનાળા રોડ રામચોક પાસે આવેલ કે.કે.સ્ટીલની સામેની સંદેશ બ્યુરો ઓફીસ નીચે મોરબી-મયુર નેચર કલબ, વન વિભાગ-મોરબી ટંકારા,મોરબી અપડેટ, પુસ્તક પરબ ટીમ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વૃક્ષોના રોપા વિતરણનો લાભ લેવા માટે લોકોએ પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી તથા માસ્ક પહેરીને રોપા વિતરણનો લાભ લીધો હતો. જેમાં માત્ર 45 મિનિટમાં 1200 રોપોનું વિતરણ કરાયું હતું. હવે રોપાનો લાભ લેવા માંગતા લોકોએ ધરમપુર, દહિસર, મિતાણાં ખાતે આવેલ નર્સરીમાં સર્પક સાધવાની અપીલ કરાઈ છે. આ નર્સરીમાં લોકોને વૃક્ષોના રોપા મળી જશે. જોકે આ સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં બીજો રોપા વિતરણનો કાર્યક્રમ યોજાશે. જ્યારે આજે રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા મયુર નેચર ક્લબના મારૂતિ સાહેબ, જીતુભાઈ ઠક્કર, વન વિભાગના કુંડારિયા સાહેબ, પુસ્તક પરબની ટીમ તથા મોરબી અપડેટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. [gallery ids='98473,98474,98475,98476,98478']