250 જેટલી મહિલાઓએ રોજગારલક્ષી માર્ગદર્શન મેળવીને સ્વનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં મહિલાઓ માટે રોજગારલક્ષી સેમિનાર યોજાયો હતો.જેમાં 250 જેટલી મહિલાઓએ રોજગારલક્ષી માર્ગદર્શન મેળવીને સ્વનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો હતો. મોરબીના દાઉદી વ્હોરા સમાજની અંજુમને સેફી જમાત કમિટી દ્વારા તાજેતરમાં રોજહોલ મોરબી ખાતે મહિલાઓ માટે રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનાબ આમિલ સાહેબ, કેઝારભાઈ સાહેબ તથા જુદાજુદા વિભાગના નિષ્ણાતો દ્વારા મહિલાઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 250 જેટલી મહિલાઓએએ આ સેમિનારમાં રોજગારલક્ષી માર્ગદર્શન મેળવીને સ્વનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો હતો.આ રોજગારલક્ષી સેમિનારને સફળ બનાવવા અંજુમને સેફી જમાત કમિટીના સેકેટરી અબ્બાસભાઈ લાડકાવાલા, ઝુઝરભાઈ અમીન અને કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. [gallery ids='61212,61213']