મોરબી : કોરોના મહામારીને ધ્યાને લઈને સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ રૂ.1 હજારનો ભારેખમ દંડ લાગુ કરવામા.આવ્યો છે.તેથી મોરબીમાં કોંગ્રેસ દ્વારા સરકારના આ માસ્ક ન પહેરવા બદલના તોતીગ દંડનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં મોરબીમાં કોંગ્રેસ દ્વારા 2 હજાર માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરીને સરકારે લાગુ કરેલા તોતીગ દંડનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન પહેરનારને 1000 રૂપિયા દંડ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે મોરબી કોંગ્રેસ દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે વિનામૂલ્યે 2000 નંગ માસ્કનુ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી કારણે વેપાર ધંધા ઉપર માઠી અસર હોય આ 1000 રૂપિયાનો દંડ પ્રજાને પરવડે તેમ ન હોય સરકારના આ નિર્ણયના વિરોધમાં મોરબી કોંગ્રેસનના અગ્રણીઓ રમેશભાઈ રબારી, પોલાભાઈ પટેલ ,રામજીભાઈ રબારી ,રવજીભાઈ સોલંકી સહિતના હસ્તે માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.અને સરકારના નિર્ણયનો વિરોધ કરાયો હતો.