મોરબી: મોરબીના શનાળા રોડ-કેનાલ રોડ પર ઉમિયા ચોકડી પાસે પ્રમુખ બંગલોઝ ખાતે આવતીકાલે તા.1થી 7 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 9 થી 12-30 દરમ્યાન ભાગવત કથા સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોધપર (નદી)ના સરસ્વતી નિકેતન આશ્રમના ભણદેવજી મહારાજ ભાગવત કથાનું રસપાન કરાવશે.ત્યારે આ ભાગવત કથાનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.