મંડપ સર્વિસના ધંધાર્થી જયદિપ બારાએ ગાયમાતાને પીવડાવ્યો કેરીના રસ મોરબી : મોરબીના સમાજસેવી મંડપ સર્વિસના ધંધાર્થીએ સાત સ્વરૂપ હવેલીએ ગૌશાળામાં રહેતી ગાયમાતાને કેરીના રસનું જમણ કરાવ્યું હતું. મોરબીમાં મંડપ સર્વિસના ધંધાર્થી જયદિપભાઈ બારાએ પરિવાર સાથે સાત સ્વરૂપ હવેલીની મુલાકાત લઈ અહીં આવેલ બે ગૌશાળાની મુલાકાત લઈને આશરે 200 કિલો જેટલો કેરીનો રસ 25 જેટલી ગૌમાતાને પીવડાવવામાં આવ્યો હતો.