જાગૃત નાગરિકે એસપીથી માંડીને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરનાર જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી મોરબી : મોરબી અપડેટ ટીમે તાજેતરમાં લોકોને ફિલ્ટર વગરનું અશુદ્ધ પાણી આવીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની તંત્રની મેલી રમતનો પર્દાફાશ કર્યો હતો.ત્યારે એક જગૃત નાગરિકે આ ગંભીર મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કોઈપણ કાળે ચલાવી નહિ લેવાય તેમ જણાવીને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. મોરબીના મહેન્દ્રનગર ગામના જાગૃત નાગરિક સંજયભાઈ સુરાણીએ સ્થાનિક એસપીથી માંડીને મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજુઆત કરી હતી કે ,દર વર્ષે પાલિકાને કરવેરા ભરતી મોરબીની પ્રજાને તંત્રના પાપે શુદ્ધ પાણી પણ નસીબ થતું નથી.જેમાં પાલિકાના લીલાપર રોડ ઉપર આવેલ ફિકટર પ્લાન્ટમાં ખરાબીને કારણે છેલ્લા ત્રણ વર્ષથી પાણી ફિલ્ટર જ થતું નથી અને ત્રણ વર્ષથી નગરપાલિકા દ્વારા ફિલ્ટર વગરનું અશુદ્ધ પાણી જ વિતરણ કરવામાં આવે છે.આવું અશુદ્ધ પાણી પીવાથી લોકો અનેક જાતની ગંભીર બીમારીઓ થઈ શકે એમ છે.ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધતા જેવું કશું છે જ નહીં.ગંદુ પાણી અને ગંદકીની ભરમાર જોવા મળે છે.ત્યારે એવું ગંદુ પાણી આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે.ત્રણ વર્ષથી આ ગંભીર બેદરકારી ચાલી રહી છે.તેથી લોકોને અશુદ્ધ પાણીનું વિતરણ કરીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તમામ જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.morbi update