મોરબી : મોરબી સીટી પોલીસ સ્ટેશન એ ડિવિજનના પ્રોહીબીશનના ગુનામાં તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ફેટલ અકસ્માતના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમેં ઝડપી લીધો હતો. રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા સંદિપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ આર.આર.સેલના પો.સ.ઇ. વી.બી.ચૌહાણનાઓને સુચના આપતા જે અન્વયે શીવરાજભાઇ ખાચરનાઓને મળેલ હકીકત આધારે સેલના કુલદીપસિહ ચુડાસમા, દિગ્વીજયસિહ ઝાલા, ભરતસિહ પરમાર તથા અનીરુધ્ધસિહ જાડેજાનાઓએ મોરબી સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારુના ગુનામાં તથા ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ફેટલ અકસ્માતના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા આરોપી શીવરાજ ઉર્ફે શીવકુ રાજાભાઇ વીકમા રહે. ડાકવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને સાપર(વે.) મુરલીધર વે-બ્રીજ પાસેથી ધોરણસર અટક કરી સાપર(વે.) પો.સ્ટે. સોંપી આપેલ છે અને આરોપી અટકનીજાણ મોરબી સીટી તથા ગોંડલ તાલુકા પો.સ્ટે. ખાતે કરવા આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.