મોરબીના બ્રહ્મ સમાજે કલેક્ટરને આવેદન આપી વિપ્ર પરિવારોની સુરક્ષા કરવા તથા હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી મોરબી : પાટણ જિલ્લામાં વિપ્ર પરિવારો પર હીંચકાર હુમલાની ઘટના બનતા સમગ્ર બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.મોરબીના બ્રહ્મ સમજે આ હીંચકાર હુમલાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આ અંગે કલેકટરના માધ્યમથી સરકારને રજુઆત કરી વિપ્ર પરિવારોની સુરક્ષા કરવા તથા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબીના બ્રહ્મ સમજે કલેક્ટરના માધ્યમથી સરકારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, પાટણ જિલ્લાના વારાહી ગામે અલ્પ સંખ્યામાં વિપ્ર પરિવારો વસવાટ કરે છે.પરંતુ કેટલાક અસામાજિક તત્વોની કરતુતને કારણે આ વિપ્ર પરિવારોનું સુખચેન હણાઈ ગયું છે. અને અવારનવાર વિપ્ર પરિવારો ઉપર હીંચકારા હુમલા થતા હોવાને કારણે વિપ્ર પરિવારો એટલી હદે ડઘાઈ ગયા છે કે તેમને તેમને ઘર છોડીને અન્યત્ર જતું રહેવું પડે છે .પાટણ જિલ્લામાં વારાહી ગામે અલ્પ સંખ્યામાં રહેતા આ પરિવારો હાલત ખરાબ હોય તેંમની સરકાર યોગ્ય રીતે સુરક્ષા કરે તથા શાંતિનું વાતાવરણ સ્થાપવ માટે હુમલાખોરો સામે દાખલારૂપ કડક સજા કરવાની માંગ કરી છે.