સિરામિક ફેકટરીમાં કામ કરતા યુવાનનું ટોરસ ટ્રક હડફેટ મૃત્યુ થતા અદાલતે વીમા કંપનીને જંગી વળતર ચૂકવવા સીમાચિન્હ રૂપ ચુકાદો આપ્યો મોરબી : મોરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા યુવાનના માર્ગ અકસ્માતમાં મૃત્યુ કેસમાં અદાલતે સીમાચિન્હરૂપ ચુકાદો આપી રૂપિયા 75 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ અંગેની હકીકત એવી છે કે મુળી તાલુકાના કાત્રોલી ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર માં રહેતા જસ્મીન કુમાર રતીલાલ ઉર્ફે કાનજીભાઇ ઠોરીયા તથા ભગવાનજીભાઇ જાદવભાઇ ઠોરીયા મો.સા લઇને જતા હતા ત્યારે ગુજરનાર જસ્મીનકુમાર મો.સા ચલાવતા હતા અને તેઓ મોરબીમાં સીરામીકના કામ સબબ જઇ રહ્યા હતા ત્યારે માળીયા ચોકડી પાસે સામેથી ટ્રક નં. જી જે ૧૨ એ ડબલ્યુ ૮૯૨૮ ના ચાલકે પોતાના હવાલાવાળુ ટોરસ ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે તેમજ ટ્રાફીકના નીયમોનું ઉલ્લઘંન કરી ચલાવીને જસ્મીનભાઇ તથા ભગવાનજીભાઇને હડફેટે લઇ અકસ્માત સર્જેલ હતો. આ અકસ્માતમાં જસ્મીન કુમાર કાનજીભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી મૃત્યુ થયેલ તથા તેમના સગા ભગવાનજીભાઇને ગંભીર પ્રકારની ઇજા તથા અસ્થીભંગ થયેલ. ગુજરનાર, જસ્મીનકુમાર કાનજીભાઇ તેના સગાનો કલેઇમ ગુજરનારના વારસદારોએ ઉપરોકત ટ્રકની મેગા એચડીઆઇ જનરલ ઇસ્યોરન્સ સામે નામદાર ટ્રીબ્યુનલ રાજકોટ સમક્ષ તા.૦૧/૧૨/૨૦૧૫ ના રોજ રૂ. ૭૫,૦૦,૦૦૦/- અંકે રૂ.પીચોતેર લાખનો કલોમ કેસ દાખલ કરેલ હતો. આ અકસ્માત કેસમાં અરજદારના વકીલે હાલની મોંઘવારી મુજબ તેમજ ગુજરનાર મોરબીના કોસા સીરામીકમાં સુપરવાઈઝર તરીકે કામ કરી માસીક રૂ.25,000/- કમાતા હોય તેમજ આવકના આધાર પેટે કૌસા સીરામીકની પગાર સ્લીપ, તથા બેંક સ્ટેટમેંટ અને પગાર પત્રકની નકલ તથા કુટુંબની પરીસ્થીતીને ધ્યાને લઇ તેમજ ગુજરનાર મુખ્ય આધારસ્તંભ હોય તેના પત્ની તથા એક બાળકી તથા માતા-પીતાનું ભરણપોષણ કરતા હોય તથા ગુજરનારની આવક ઉપર જ નીર્ભર હોય કાયદાકીય દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કરેલહતા, જેને ધ્યાને લઇ નામદાર રાજકોટ ટ્રીબ્યુનલેતા. ૨૮/૦૨/૨૦૧૯ના રોજ ઉપરોકત કેસ ચાલી જતા નામદાર કોર્ટ એવુ માનેલ કે ગુજરનાર કોસા સીરામીકમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે જેમની આવક ઉપરોક્ત પુરાવાના આધારે રૂ. ૨૪,૫૩૭/- ગણાય તેથી વાર્ષીક આવક 24,537 ×12=રૂ.૨,૯૪,૪૪૪/- ગણવામાં આવેલ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના પ્રણય શેટ્ટીના કેસમાં આપેલા ચુકાદા મુજબ ભવિષ્યની આવક ૫૦% પ્રોસ્પેકટીવ આવક ગણતા કુલ ગુજરનારની માસીક પ્રોસ્પેકટીવ આવક ગણતા તે મુજબ 294444+50% (147222)=3.441666/- જેટલી વાર્ષીક આવક ધ્યાનમાં લીધેલ તેમજ વારસદારો ૪ (ચાર) હોવાથી જેટલી પોતાના એટલે કે ગુજરનાર અંગત ખર્ચની બાદ કરવામાં આવેલ જેથી ગુજરનારની વાર્ષીક આવક રૂા.441666 (110416) =રૂ.3,31,250/- વાર્ષીક 'ડીપેડંસી ગણવામાં આવેલ જેથી રૂ.331250/- (વાર્ષીક) 17 (ગુણાક)=3,56,31,250/- કાયમી આવકની નુકસાની ધ્યાને લેવામાં આવેલ. ઉપરોકત ગુજરનારનું મૃત્યુ થતા તેના પત્ની તથા એક બાળક તથામાતા-પિતાએ લાગણી, હુંફ, પ્રેમ, ગુમાવેલ તેના માટે રૂ.૪૦,૦૦૦/- અલગથી આપેલ અને ધાર્મીક વીધી તથા અગ્નિ સંસ્કારના ખર્ચ પેટે રૂ. ૧૫,૦૦૦/- આપેલ અને લોસ ઓફ એસ્ટેટના માથાળા હેઠળ રૂ.૧૫,૦૦૦ આપેલ જેથી કુલ રકમ રૂા. પ૬,૩૧,૨૫૦, + ૪૦,૦૦૦ + ૧૫,૦૦૦ + ૧૫,૦૦૦ ૫૭,૦૧,૨૫૦/- કુલ ૯% વ્યાજના દરે મંજુર કરવામાં આવેલ. જેથી કેસ દાખલ થયેલ તારીખથી 3 વર્ષનું ૯% લેખે વ્યાજ ઉમેરાતા ઉપરોકત કેસમાં કુલ રકમ રૂ.૭૩,૬૯,૫૧૩/ તથા ઈજાના કેસમાં 1,50,000/- મંજુર કરવામાં આવેલ જેથી વીમા કંપનીને કુલ રૂ.75,00,000/- ચુકવવા હુકમ કરવામાં આવેલ. આમ ઉપરોક્ત કેસ આશરે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ટ્રીબ્યુનલ રાજકોટમાં ચાલી જતા ગુજરનારના વારસોને જંગી વળતર મંજુર કરવામાં આવેલ જે વાહન અકસ્માતના કિસ્સામાં સિમાચિન્હરૂપ ચુકાદો ગણી શકાય. ઉપરોકત કામમાં અરજદારના વકીલ તરીકે રાજકોટના જાણીતા વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, કલ્પેશ કે. વાઘેલા, શ્યામ જે. ગોહીલ, ભાવિન આર. પટેલ, કુલદિપ પી. ધનેશ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), અર્જુન ડી. કારીયા (ગઢવી), હેમંત એલ. પરમાર રોકાયેલ હતા.