બે ગુના દાખલ થયા બાદ આગોતરા જામીનમાં ધરપકડ સામે સ્ટે અને રેગ્યુલર જામીનને શરતોને આધીન મંજુર કરતી હાઇકોર્ટ મોરબી : મોરબી લાંચ કેસમાં એસીબીની ઝપટે ચડેલા લાંચિયા સીટી સર્વેયર લોદરિયાની જામીન પર છૂટવાની અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે. બે ગુના દાખલ થયા હોવાથી આગોતરા જામીનમાં ધરપકડ સામે સ્ટે અને રેગ્યુલર જામીનને શરતોને આધીન મંજુર કરવામાં આવી છે. મોરબીમાં મકાનની વેચાણની નોંધ પડાવવાના બદલામાં રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયેલા સીટી સર્વેયર જ્યેન્દ્ર જયવંતલાલ લોદરિયાની કસ્ટડી દરમ્યાન તપાસમાં અનેક પ્રકારની નાણાકીય ગોલમાલ બહાર આવી હતી.તેના બેક એકાઉન્ટ તથા ઘરની જડતી દરમ્યાન રૂ.8 લાખ મળી આવ્યા હતા . તેના ઘરે આ મળેલી 8 લાખની રકમ અંગે લોદરિયા સામે અલગથી અપ્રમાણસરની મિલકત અંગે ગુનો નોંધાયો હતો. તેઓએ હાઇકોર્ટમાં પ્રથમ ગુનામાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે તેમજ બીજા ગુનામાં આગોતરા જામીન પર મુક્ત થવા માટે વકીલ મનીષ ઓઝા( ગોપાલ ઓઝા), મેનાઝબેન પરમાર, વિરાટ પોપટ તથા નાણાવટી મારફત અરજી કરતા આગોતરા જામીન અરજીમાં હાઇકોર્ટે ધરપકડ સામે સ્ટેનો હુકમ કર્યો છે. સાથે રેગ્યુલર જામીન અરજી શરતોને આધીન મંજુર કરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en