૨૨ ડિસેમ્બરે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદ માટે યોજાશે ચૂંટણી મોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે પ્રમુખ સહિતના પ્રતિષ્ઠાભર્યા સ્થાન માટે ડઝનબંધ ઉમેદવારોએ ચૂંટનીજંગમાં ઝમ્પલાવ્યું છે અને ૨૨ મીએ મતદાન બાદ એ જ દિવસે સાંજ સુધીમાં નવા હોદેદારો ફાઇનલ થઈ જશે. મોરબી જીલ્લા બાર એસોસીએશન દ્વારા આગામી તા.૨૨ ડિસેમ્બરના રોજ પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટેરી , જોઈન્ટ સેક્રેટેરી અને કારોબારી સભ્ય માટેની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.બારઅસોસીએસન દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદ માટે ૧૦ ઉમેદવારી પત્રની નોંધણી થઇ હતી જેમાંના ૩ પરત ખેચવામાં આવ્યા છે અને એક ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું છે. હાલ આ ચૂંટણી જંગમાં ૧. પી.ડી. માનસેતા, ૨. બ્રિજેશ એચ. નંદાસણા, ૩. રાઠોડ જયરાજસિંહ પી. ૪. જીતેન્દ્રસિંહ આર. જાડેજા, ૫. પ્રકાશ વ્રજલાલ વ્યાસ, ૬. એન.એ. પંડ્યાએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે ત્રણ અને સેક્રેટરી માટે ત્રણ લોકોએ ઉમેવારી નોંધાવી છે. અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે બે ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે કારોબારી સભ્ય માટે ત્રણ ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા છે.