સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફ્તરીની સ્મૃતિમાં થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે મોરબીબ ના સ્કાય મોલમાં આયોજન મોરબી: મોરબીના સ્કાય મોલમાં આવતી કાલે તા.૧૦ને રવિવારે સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફ્તરીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલમાં આગામી તા. ૧૦ને રવિવારના રોજ સવારે ૭ થી ૪ સુધી થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાનાર છે. સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફ્તરીના સ્મરણાર્થે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકોને આ સેવાયજ્ઞમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે અશ્વિનભાઈ મો.નં. ૯૩૭૪૮ ૧૭૨૩૧, વિક્રમભાઈ મો.નં. ૯૮૨૫૫ ૫૩૯૦૩ અને ડેનિશ વિક્રમભાઈ મો.નં. ૯૧૭૩૧ ૩૨૯૦૩નો સંપર્ક કરવા જણાવાયું છે.