મોરબીઃ રતનપર ખાતે રમાઈ રહેલી સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોરબી જિલ્લા પંચાયતની ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મોરબી જિલ્લા પંચાયતની ટીમે અમરેલીની ટીમને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અમરેલીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મોરબી જિલ્લા પંચાયતની ટીમે 15.5 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. જેમાં મોરબી તરફથી હરદેવસિંહ જાડેજાએ સ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરતાં 36 બોલમા 51 રન ફટકાર્યા હતા અને મેહુલ વૈષ્ણવએ 24 બોલમાં 24 રન કર્યા હતાં. જયદીપ ગોહિલએ 4 ઓવરમાં 10 રન આપી 3 વિકેટ અને જુણેજા જાહિદએ 4 ઓવરમાં 11 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જયદીપ ગોહીલને મેન ઓફ ઘી મેચ જાહેર કરવામાં આવ્યા હતાં તેમ કોચ તુષારભાઈ બોપલિયા અને મેનેજર દિનેશભાઈ હુંબલની યાદીમાં જણાવાયું છે.