શિક્ષણ, યોજનાકીય કામ અને આરોગ્ય સહિતના કામોમાં અગ્રેસરસીએમ ડેસ્ક બોર્ડમાં ડીડીઓ પ્રજાપતિની કામગીરી અવ્વલમોરબી : મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કારભાર સંભાળ્યા બાદ માત્ર 6 મહિના જેવા ટુંકા સમયગાળામાં શિક્ષણ, યોજનાકીય કામ અને આરોગ્ય સહિતના કામોમાં અગ્રેસર રહી ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ સમગ્ર રાજ્યમા પ્રથમ વખત મોરબી જિલ્લાને પ્રથમ રેંક પર લાવીને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફાનુ ગૌરવ વધાર્યુ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારી તેમજ દરેક વિભાગના કર્મચારીશ્રીઓને આપતા જણાવ્યુ છે કે જિલ્લા પંચાયતના દરેક વિભાગની દરેક યોજનાકીય કામગીરી દરેક વિભાગના અધિકારી તેમજ કર્મચારીના અમુલ્ય ફાળા અને નિષ્ઠા વગર શક્ય નથી.સીએમ ડેસ બોર્ડ ઉપર તમામ જિલ્લામાં થયેલ કામગીરીની સીધી જ નોંધ લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લો આ વખતે પ્રથમ નંબરે આવ્યો છે. શિક્ષણ વિભાગમાં જુલાઇ-2024 અંતીત મોરબી જિલ્લો જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા તેમજ તેમના વહીવટી સ્ટાફથી માંડીને તમામ શિક્ષકોની મહેનતથી પ્રથમ ક્રમે આવેલ છે. એજ રીતે આરોગ્ય વિભાગમાં પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.ડી.બી.મહેતાના માર્ગ્દર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર,મેડીકલ ઓફિસર, ફાર્મા સીસ્ટ,લેબ ટેક, મેઈલ-ફિમેલ હેલ્થ વર્કરની કામગીરી થકી જુલાઈ મહિનામાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમે આવેલ છે.પંચાયત અને ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એન.એસ.ગઢવી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી.કુગસીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ તેમની ટીમ દ્વારા સીએમ ડેસ બોર્ડ ઉપર દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરેલ છે.અગાઉ ફેબ્રુઆરી-2024 માં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કારભાર સંભાળ્યા બાદ માત્ર બે માસના ટુંકા સમયમાં માર્ચ 2024 અંતીત પંચાયત વેરા વસુલાત ક્ષેત્રે પણ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી કમ મંત્રીઓના સહકારથી સમગ્ર રાજ્યમા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ હતો.આમ જિલ્લા પંચાયતના દરેક અધિકારી તેમજ પાયાના દરેક કર્મચારીની મહેનતથી શિક્ષણ ,આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ખેતીવાડી,પશુપાલન,મહિલા અને બાળ વિકાસ,માર્ગ અને મકાન,સિંચાઈ સહિત ના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરી માં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબી જિલ્લો પ્રથમ રેંક પર આવ્યાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ હતું.