માંગણીઓ ન સ્વીકારાતા તમામ કર્મચારીઓને માસ સીએલ નો આદેશ મોરબી : જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તેમજ અન્ય માંગણીઓ ન સ્વીકારાતા મોરબી જિલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળના કર્મચારીઓ માસ સીએલ પર જશે. ફીક્સ પગાર યોજના નાબુદ કરવા, જુની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંધ દ્વારા સરકારમાં કરેલ રજુઆતો અને પડતર પ્રશ્નો બાબતે વારંવાર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવેલ હતા. જેને અનુલક્ષીને સરકારની ઉચ્ચ સ્તરીય કમીટી સાથે બેઠકના અંતે કર્મચારીઓના વિશાળ સમુદાયને સ્પર્શતા અને જુની પેન્શન યોજનાના લાભ આપવામાં આવેલ ન હોય, ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળના તા.૧૬ થી આવતીકાલનો તા.૧૭ નો માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવેલ હતો.