ઝીકીયારી ગામનો બનાવ : ૧૧ કેવીની લાઈનમાંથી તણખો ઝરતા ખેતરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ મોરબી: મોરબીના ઝીકીયારી ગામેં ૧૧ કેવીની વીજ લાઈન માંથી તણખો ઝરીને ખેતર માં પડતા આઠ વીઘા જમીનમાં વાવેલા ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. આ અકસ્માત થી ખેડૂતની મહિનાઓની મહેનત માથે પાણી ફરી વળતા ખેડૂતને ભારે આઘાત લાગ્યો છે. ઝીકીયારી ગામના રહેવાસી ચુનીલાલ લક્ષ્મણભાઈ વિરમગામાંએ પોતાના આઠ વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક તૈયાર થવા પર હોય જે દરમિયાન તેના ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થયો હતો. આગ ક્યાં કારણોસર લાગી તે હાલ ચોક્કસ પણે પુરવાર થઇ શક્યું નથી.પરંતુ ખેતર નજીકથી ૧૧ કેવી લાઈન પસાર થતી હોય આ લાઈનમાંથી તણખો ઝરતા આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_3695' align='aligncenter' width='300'] ફાઇલ તસ્વીર[/caption]