મોરબી : મોરબી - વાકાનેર હાઇવે પર રફાળેશ્વર નજીક આવેલી એક હોટલમાં ગઈકાલે રાત્રીના પંજાબી યુવતીએ ગળેફાસો ખાઇ આપધાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર નજીક આવેલી ભવ્ય હોટલનાં રૂમ નંબર ૧૦૪ માં ઉતરેલી પંજાબી યુવતીએ ગઈકાલે રાત્રીના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું મોડીરાત્રે જાહેર થતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. વધુમાં ઘટના અંગે હોટલ માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું અને આપઘાત કરી લેનાર યુવતી પંજાબની વતની હોવાનું અને યુવતીનું નામ વિરલકૌર ઉ.૨૦ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના અંગે પોલીસે એડી નોંધી લાશને પીએમ માટે હોસ્પિટલ વધુ તપાસ હાથ ધરી છે.