મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગઈકાલે રાત્રે લજાઈ ગામના મુસ્લિમ યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીકી દેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક લજાઈ ગામના તૌફિકભાઈ કરીમભાઇ ખોખર ઉ.૨૩ નામના યુવાન સાથે ઝઘડો કરી આ વિસ્તારના શેરાભાઈ મોવરવા અને ગજની ઉર્ફે મોસીને છરીના ઘા ઝીકી દેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના મામલે રાજકોટ પ્ર.નગર પોલીસે પ્રાથમિક ગુન્હો નોંધી કાગળો મોરબી મોકલી આપતા મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.