ગરમ પાણીનું તપેલું ઉપાડ્યું અને તાણ આંચકી મોત બનીને આવી મોરબી : મોરબીમાં તાણ આચકીના દર્દી એવા ક્ષત્રિય યુવાન ગરમ પાણીનું તપેલું લઈને જતા હતા ત્યારે આંચકી ઉપડતા ગરમ પાણીથી દાઝી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ અશ્વીનસિંહ બહાદુરસિંહ ઝાલા દરબાર ઉવ- ૪૦ રહે. રોટરીનગર મોરબી વાળા એકાદ માસ પૂર્વે પોતાના ઘરે ગરમ પાણીનુ તપેલુ લઇ જતા હતા ત્યારે તાણ આંચકી આવતા પગના પાછળના ભાગે દાઝી જતા પ્રથમ સારવાર મોરબી બાદ તા.૧૮/૪/૧૮ થી રાજકોટ સ.હો. મા બર્નસ વોર્ડમા દાખલ કર્યા હતા. દરમિયાન ચાલુ સારવારે તેમનું મૃત્યુ નિપજતા પોલીસે આ અંગેના કાગળો મોરબી પોલીસને મોકલતા પોલીસે ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.