સહપરિવાર અંધાશ્રમ ખાતે ઉદ્યોગપતિએ અંધજનો સાથે કેક કાપી અને ભોજન કર્યું મોરબી : સામાન્ય રીતે યુવાનો પોતાના દિવસની ઉજવણી મોંઘીદાટ પાર્ટીઓ આપીને કરતા હોય છે પરંતુ મોરબીના યુવા સીરામીક ઉદ્યોગપતિ કિર્તિભાઈ અઘારાએ પોતાના જન્મદિવસે લક્ષ્મીનગર ગામ નજીક આવેલ અંધાશ્રમમા પરિવાર સાથે જઈ અંધજનો સાથે કેક કાપીને અનોખી રીતે ઉજવણી કરી હતી. યુવાઓને પ્રેરણા મળી રહે એવુ કાર્ય કરી કિર્તીભાઈએ જણાવ્યુ હતુ કે તમામ યુવાઓ પોતાના અથવા પોતાના પરિવારજનોના જન્મદિવસની ઉજવણી જો આ રીતે જ અનાથઆશ્રમ અને વૃધ્ધાશ્રમ જેવી જગ્યાઓએ કરે તો તો અનાથ અને નિરાધાર વૃદ્ધો પોતાને પરિવાર વીહોણાના સમજે અને એક પ્રેમની લાગણી ઉદભવે જેથી તમામ યુવાઓ એ પોતાનો જન્મદિવસ આ જ રીતે ઉજવવો જોઈએ. સુમેળ અને સ્નેહભર્યુ વ્યક્તિતત્વ તેમજ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા અને સિરામીક જગતમા યુવાનીમા જ સફળતાના શીખરો પાર કરી સફળ બિઝનેસમેનની છબી ધરાવતા કિર્તિભાઈ અઘારાને પોતાના મિત્રો અને પરિવારજનો તરફ થી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી પડ્યો હતો.