સારવાર હેઠળ રહેલો યુવાન હજુ બેભાન હોય ભાન આવ્યા બાદ જ સાચી હકીકતો બહાર આવશે મોરબી : મોરબીના નારણકા અને માનસર ગામ વચ્ચે માળીયાના દેરાળા ગામના યુવાનને કોઈએ ઝેરી દવા પીવડાવી હોવાનો બનાવ તાલુકા પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં યુવાન બેભાન હાલતમાં હાલ સારવાર હેઠળ હોય ભાનમાં આવ્યા બાદ જ આ બનાવની સાચી હકીકતો સામે આવશે તેવું તાલુકા પોલીસે જણાવ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના દેરાળા ગામેં રહેતો સુરેશભાઈ પ્રભુભાઈ ધોળકિયા (ઉ.વ.27) નામનો યુવાન ગત 30 ડિસેમ્બરના રોજ મોરબીના નારણકા અને માનસર ગામ વચ્ચે હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આ યુવાનને કોઈ કારણસોર ઝેરી દવા પીવડાવી દેતા તેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ નેહલબેન કડીયાએ જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો યુવાન હજુ બેભાન છે. એટલે આ બનાવનું હજુ સાચું કારણ જાણવા મળ્યું નથી. જો કે પોલીસે તેના પિતાનું નિવેદન લેતા તેમણે એટલું જણાવ્યું હતું કે, તેમના પુત્રનો બનાવના દિવસે ફોન આવ્યો હતો અને પુત્રએ કહ્યું હતું કે મને કોઈએ દવા પીવડાવી દીધી છે. આથી મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આવો ફોન આવતા તેના પિતા ત્યાં દોડી જઈને પુત્રને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પિતાને પણ આ બનાવ વિશે કઈ ખબર નથી. એટલે યુવાન ભાનમાં આવ્યા બાદ જ તેને કોણે ક્યાં ઇરાદે દવા પીવડાવી તેનું સાચું કારણ બહાર આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..