લખધીરપુર રોડ ઉપરની ઘટના, જિલ્લા કલેકટર, પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં કોઈ જ પગલાં નહિ મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ગઈકાલે બપોરે એક યુવાન કેનાલમાં ગરક થઈ જતા આ મામલે જિલ્લા કલેક્ટરથી લઈ પાણી પુરવઠા વિભાગ સુધી લેખિત જાણ કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં ન આવતા યુવાનના પરિવારજનોમાં રોષની લાગણી છવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાન પસાર થતી કેનાલમાં ગઈકાલે બપોરના બારેક વાગ્યે રાજેશ વડગામા નામનો યુવાન ગરકાવ થયા બાદ પરિવારજનો દ્વારા જીલ્લા વહીવટી તંત્ર અને મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે ગંભીર ઘટના અંગે સરકારના એક પણ વિભાગે કેનાલમાં લાપતા બનેલ યુવાનને શોધવા તસ્દી લીધી ન હતી. બીજી તરફ યુવાન કેનાલમાં ગરક થયો હોવાથી આકુળ વ્યાકુળ બનેલ પરિવારજનો દ્વારા બાર બાર કલાક સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા આ મામલે ગઈકાલે રાત્રે જ પરિવારજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ અને જીલ્લા કલેકટરને કેનાલના પાણી રોકી યુવાન ને શોધવા લેખિત રજુઆત કરીવામાં આવી હતી જો કે આમ છતાં અત્યારે ૨૦ કલાકથી વધુ સમય વીતવા છતાં યુવાનનો કોઈ પતો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.