મોરબી : મોરબી નગર પાલિકા પાછળ બોયઝ હાઈસ્કૂલ પાસે મોડી સાંજે વજેપરમાં રહેતા યુવાને કોઈ કારણોસર જાહેરમાં શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ટીમે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી સળગતા યુવાનને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ યુવાનની જિંદગી બચી શકી ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 11 માં રહેતા લાલજીભાઈ જગદીશભાઈ પરમાર નામના યુવાને આજે અગમ્ય કારણોસર નગરપાલિકા પાછળ આવેલ બોયઝ હાઇસ્કુલ નજીક શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી સળગતા યુવાનને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ યુવાનની જિંદગી બચી શકી ન હતી.