મોરબી : મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આવતીકાલે બુધવારે સવારે ૧૦ કલાકે ફી મુદ્દે નહેરુગેટ ચોકમાં શિક્ષણમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. હાલ ખાનગી શાળાઓ દ્વારા ફી ના નામે મોટી રકમો લઈને લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આવતીકાલે બુધવારે નહેરુગેટ ચોકમાં શિક્ષણમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ અગ્રણીઓ શિક્ષણ મંત્રીના પૂતળાને સળગાવી સરકારની ફી અંગેની નીતિઓ સામે વિરોધ નોંધાવશે. આવતી કાલે યોજાનાર શિક્ષણ મંત્રીના પૂતળા દહન કાર્યક્રમમાં વાલીઓ અને કોંગી અગ્રણીઓને ઉપસ્થિત રહેવા માટે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.