મોરબી : આજથી મોરબી સહિત રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે મોરબી યુવા ભાજપની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને પેન આપી શુભકામના પાઠવી હતી. આજ રોજ મોરબી યુવા ભાજપની ટીમ દ્વારા નવયુગ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને પેન ભેટમાં આપીને પરીક્ષા માટે શુભકામના પાઠવી હતી. આ તકે નવયુગ સ્કૂલના સ્ટાફ દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેવા પ્રયત્નો કર્યા હતા.