નવા બનતા તુલસીપત્ર હાઇટ્સ બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં મૃતદેહ મળતા ચકચાર મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર નવા બની રહેલા બિલ્ડીંગમાં અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં નવા બંધાઈ રહેલા તુલસીપત્ર હાઇટ્સ નામના બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. વધુમાં ઘટના સ્થળે પહોચેલી પોલીસે પ્રાથમિક અંકોડા મેળવવા શરૂ કર્યા છે અને મૃતક ગુજરાત બહારનો હોવાનું અને મોન્ટુ તરીકે ઓળખાતો હોવાનું બહાર આવ્યું છે અને ઘટના કેમ ઘટી તેની તપાસ શરૂ કરી છે.