ઘુંટુ પાસે રહેતી 17 વર્ષની યુવતી અને રફાળેશ્વર પાસે રહેતા 17 વર્ષના યુવકમાં લક્ષણો દેખતા સેમ્પલ લેવાયા મોરબી : મોરબીમાં લોકડાઉનના 19માં દિવસે વધુ બે લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ બંનેના રિપોર્ટ કાલે સોમવારે આવશે. મોરબીમાં રવિવારે ઘુંટુ પાસે રહેતી 17 વર્ષની યુવતી અને રફાળેશ્વર પાસે રહેતા 17 વર્ષના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. બંનેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. બંને યુવક અને યુવતી પરપ્રાંતીય છે. અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. ત્યારે આ બંનેના રિપોર્ટ કાલે સોમવારે જામનગરથી આવશે.