25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું: પ્રી-નેશનલ માટે પણ થયા ક્વોલિફાયમોરબી : મોરબીના હરીપર (કે) ના વતની અને પ્રતિભાશાળી 25 મીટર પિસ્તોલ શૂટર દીપ ભુપેન્દ્રભાઈ પટેલે (અંદરપા) વધુ એક વખત મોરબી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે ISSF પુરુષ ઓપન 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2 વખત નેશનલ રિનોન્ડ શૂટર રહી ચૂકેલા દીપ પટેલે ગુજરાતના શ્રેષ્ઠ શૂટરો વચ્ચે કડી સ્પર્ધા કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.દીપ પટેલે પોતાના શૂટિંગ કારકિર્દીની શરૂઆત એમના પિતાના પ્રેરણાથી કરી હતી, જ્યાં તેમણે પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મર્યાદિત આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા હોવાથી મોંઘી પિસ્તોલ, શૂટિંગ સાધનો, કારતુસ (એમ્યુનેશન) અને તાલીમનો ખર્ચ ઉઠાવવો ખૂબ પડકારજનક હતો. તેમ છતાં, માતા-પિતાના અવિરત સહયોગ અને ત્યાગના કારણે તેઓ સતત આગળ વધતા રહ્યા. કોચના માર્ગદર્શન હેઠળ મેળવેલી વૈજ્ઞાનિક અને વ્યવસાયિક તાલીમના પરિણામે તેમણે રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવવાની સાથે સાથે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ ભુપેન્દ્રભાઈ પટેલે સેન્ટર ફાયર પિસ્તોલ તેમજ સ્પોર્ટ્સ પિસ્તોલ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને પ્રી-નેશનલ લેવલની શૂટિંગ કોમ્પિટિશન માટે ક્વોલિફાય થઈને ડબલ સફળતા મેળવી છે.સિદ્ધિ અંગે દીપ પટેલે શું કહ્યું?પોતાની આ મોટી સિદ્ધિ અંગે દીપ પટેલે જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા, કોચ, ટીમના સાથીદારો અને મિત્રોના સતત પ્રોત્સાહન વિના આ સફળતા શક્ય નહોતી. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની આ સિદ્ધિથી પ્રેરિત થઈને વધુ યુવાનો અને યુવતીઓ શૂટિંગ જેવી સ્પર્ધાત્મક રમતો તરફ વળશે. રમતગમતથી શારીરિક તંદુરસ્તીની સાથે શિસ્ત, આત્મવિશ્વાસ અને ધૈર્ય જેવા ગુણો ખીલે છે. વધુમાં તેમણે અપેક્ષા વ્યક્ત કરી કે રાજ્ય સરકાર અને રમતગમત સંસ્થાઓ ખેલાડીઓને વધુ સારી તાલીમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, જેથી સ્થાનિક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી શકે.#MorbiUpdate #Morbi #ShootingChampion #DipPatel #BronzeMedal #GujaratStateShooting #MorbiNews #SportsNews #ProudMoment #PreNationalQualify