મોરબી : મોરબીમાં એક યુવક છત પરથી પડી જતા તેને રાજકોટમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી રેાડ પરની કારીયા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય જીતુભાઈ મણીભાઈ દેલવાડીયા ઘરની છત પરથી અજાણ્યા કારણોસર પડી ગયા હતા. બાદમાં તેઓને પ્રાથમિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ વધુ સારવારની જરૂર પડતા તેઓને રાજકોટમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ બનાવની તપાસ સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.