મોરબી : તા. 4-5-2025ના રોજ અમદાવાદ ખાતે સ્પેશિયલ દિવ્યાંગ ખેલમહાકુંભ 3.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીના પરમાર આશિષ કલાભાઇએ જેવલીન થ્રો (ભાલાફેંક)માં પ્રથમ નંબર મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે. પરમાર આશિષની આ સિદ્ધિ બદલ તેને બધિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.