મોરબી : મોરબીના યુવાનોએ કેદારકંઠ પર આઈસ ટ્રેક કરી 12,500 ફૂટની ઊંચાઈ સર કરી ત્રિરંગો લહેરાવી હેલીકૉપટર ક્રેશના શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોરબીના રવિ મુકેશભાઈ બરાસરા અને પાર્થ જયેશભાઇ બરાસરા, હર્ષદ વામજા અને ધર્મેશ બદરખિયા આ ચારેય પ્રજાપતિ સાહસિક યુવાનોએ ઉત્તરાખંડના કેદારકંઠ પર આઈસ ટ્રેક કરી 12,500 ફૂટ ઊંચાઈ સફળતાપૂર્વક સર કરી તિરંગો લહેરાવીને હેલીકૉપટર ક્રેશના શહિદો બાહોશ જવાનો એવા સી.ડી.એસ. જનરલ બિપિન રાવત અને તેમના સાથીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..