મોરબી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરાયેલી CCE ગ્રુપ-એની પરીક્ષામાં મોરબીના યુવાને સફળતા મેળવી છે. મોરબીના મયંક નરભેરામભાઈ છાત્રોલાએ આ પરીક્ષા ઓલ ગુજરાતમાં 5માં ક્રમાંકે પાસ કરી છે. સતત 5 વર્ષની અથાગ મહેનત, ધીરજ અને અતૂટ શ્રદ્ધાના કારણે મયંક છાત્રોલાએ આ સફળતા મેળવી છે. મયંકે જણાવ્યું હતું કે, આ ફક્ત પરિણામ નથી - તે અસંખ્ય બલિદાન, મૌન લડાઈઓ અને મારા પરિવાર, મિત્રો અને માર્ગદર્શકોના અતૂટ સમર્થનનું પ્રતિબિંબ છે. શબ્દોમાં કહી શકાય નહીં.