મોરબી : મોરબી શહેરમાં રહેતો યુવક રાજકોટ જવાનું કહી દુકાનેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ ગયો છે. મોરબીમાં રહેતા મુરતુઝા હુશેનભાઇ લોખંડવાલા (ઉ.વ. 23, રહે. નાની બજાર, મુલાશેરી) ગત તા. 17ના રોજ સાંજે 4-30 વાગ્યે નગર દરવાજા નજીક તેની ચશ્માની દુકાને બેસેલ હોય અને તે બાજુની દુકાનવાળાને રાજકોટ ખાતે ચશ્માના કામે જવાનુ કહી બાજુની દુકાનવાળાને તેની દુકાનની ચાવી આપી ઘરે કાંઇ કહયા વગર જતા રહેલ છે. આ બનાવ અંગે ગઈકાલે ગુમશુદાના પિતા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુરતુઝાભાઈએ બ્લુ કલરનો શર્ટ તથા ગ્રે કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે. તેને માથામા કપાળે જુનુ વાગેલાનુ નિશાન છે. તેની ઉચાઇ આશરે સાડા પાંચેક ફુટ જેટલી છે. વાને ઘઉવર્ણો છે. તેનુ મોઢુ લંબગોળ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..