મોરબી : મોરબીના જેલ રોડ પર આવેલા વણકરવાસમાં રહેતા એક પરિવારનો ૨૬ વર્ષીય યુવાન ગુમ થતાં તેમની માતાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે. ગુમ થયેલ યુવાન છેલ્લા ૭-૮ વર્ષથી માનસિક રીતે બીમાર હોવાનું અને તેની દવા ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ મથકમાં આપવામાં આવેલી અરજી મુજબ, મોરબીના સબજેલ સામે, શેરી નં. ૩, વણકરવાસમાં રહેતા ગૌરીબેન પ્રાગજીભાઈ પરમારે તેમના પુત્ર તુલસીભાઈ (ઉ.વ. ૨૬) ગુમ થયાની જાણ કરી છે. ગત તારીખ ૨૫ માર્ચના રોજ તુલસીભાઈ લાતી પ્લોટ-૭ નંબરની શેરીમાં આવેલા એક કારખાનામાં મજૂરી કામે ગયો હતો. સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તે કારખાનાના માલિક પાસેથી 100 રૂપિયા એડવાન્સ લઈને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો.અરજીમાં જણાવ્યા અનુસાર, તુલસીભાઈ છેલ્લા સાત-આઠ વર્ષથી માનસિક બીમાર છે અને રાજકોટથી તેની દવા ચાલે છે. શારીરિક દેખાવની વાત કરીએ તો, તેણે શરીરે બ્લુ કલરનું શર્ટ અને સ્કાય કલરનો ચડ્ડો (શોર્ટ) પહેરેલ છે. આશરે સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતો આ યુવાન પગમાં પ્લાસ્ટિકના સેન્ડલ પહેરેલ છે. તેના જમણા હાથમાં સ્ટીલનું કડું પહેરેલું છે અને જમણા હાથ પર અંગ્રેજી અક્ષર ૐ ત્રોફાવેલ છે.ગુમ થનાર યુવાનનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવતો હોય, પરિવારજનો ભારે ચિંતિત બન્યા છે. જો કોઈ જાગૃત નાગરિકને આ યુવાન વિશે કોઈ પણ પ્રકારની ભાળ મળે તો મોબાઈલ નંબર 9974217094 અથવા 8849412384 પર પરિવારનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #MissingPerson #MorbiPolice #MissingYouth #GujaratPolice