મોરબી: દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબીના કલાકાર રવિ દીપકભાઈ બાવરવાએ પોતાની કલાકારીથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. રવિએ 8x5 ફૂટ સાઇઝની અત્યંત ભવ્ય અને જીવંત રંગોળીનું સર્જન કર્યું હતું. આ રંગોળીમાં તેમણે ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણની આબેહૂબ છબી કલરની કરામતથી કંડારી હતી, જે જોનારને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી. રવિને આ દિવ્ય રંગોળી તૈયાર કરવામાં અંદાજે 30 કલાકનો સમય લાગ્યો હતો. તેમની આ કલાકૃતિએ દિવાળીના માહોલમાં આસ્થા અને કલાનો સંગમ ઊભો કર્યો હતો.