મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા સેવાકીય સંસ્થાની પડખે આવ્યા : PM કેર્સ ફંડમાં પણ એક લાખનું દાન આપ્યું મોરબી : લોકડાઉન વચ્ચે અનેક સેવાભાવી સંસ્થાઓ તથા લોકો જરૂરિયાતમંદોની વ્હારે આવ્યા છે. ફૂડ પેકેટ વિતરણ, ટિફિન સેવા, રાશન વિતરણ, માસ્ક-સૅનેટાઇઝર વિતરણ, નિ:શુલ્ક દવા વિતરણ સહિતની વિવિધ સેવાઓ માટે સામાન્ય લોકોથી લઈને અનેક આગેવાનો આગળ આવ્યા છે. ત્યારે મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક, યુવા ઉદ્યોગપતિ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા સદા તત્પર રહેતા અજયભાઇ લોરિયા આ સમયે ગરીબોની મદદ કરતી સંસ્થાની પડખે આવ્યા છે અને જરૂરી રાશનની સાથે પોતાની નવી નકોર ફોર્ચ્યુન કાર સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ લેવા હેતુ આપી દીધી છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ અને આગેવાન અજયભાઇ લોરિયા એ લોકડાઉન પહેલા જ લીધેલી નવેનવી ફોર્ચ્યુન કાર સેવાકીય સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રાશન કીટ વિતરણ માટે ઉપયોગ લેવા હેતુ હાલ આપી દીધેલ છે. આ રીતે તેઓ રાશન કીટ વિતરણ થકી થતી સેવાકીય પ્રાવૃત્તિઓમાં ગરીબોને સહાયરૂપ બની રહ્યા છે. આ ઉપરાંત, અજયભાઈ એ PM કેર્સ ફંડમાં રૂ. 1,11,111નું અનુદાન પોતાની નૈતિક ફરજ નીભાવી છે. વધુમાં, અજયભાઇએ યંગ ઇન્ડિયા ગ્રુપ, જલારામ પ્રાર્થના મંદિર સહિતની રાશન કીટનું વિતરણ કરતી અનેક સંસ્થાઓને રાશન પૂરું પાડ્યું છે. તેમજ આગામી દિવસોમાં પણ સેવાભાવી સંસ્થાઓને જરુર પડ્યે રાશન આપવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે અજયભાઇ અને તેઓની ટીમએ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે દેશભરમાં પ્રવાસ ખેડીને ફાળો એકત્ર કર્યો હતો. તેમજ તે ફાળો શહીદોના પરીવારને પહોંચાડી આર્થિક સહાય કરી હતી. આમ, સેવાકીય ભાવના ધરાવતા અજયભાઇ લોરિયા એ કોરોનાના કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી પોતાની ઉદારતાનો પરચો આપ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/