તપોવન વિદ્યાલય અને સાર્થક વિદ્યામંદિરની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવનો આજે બીજો દિવસ છે. હાલ સાંજના સમયે ત્રીજા સેશનનું ઉદ્દઘાટન થયું હતું. આ વેળાએ શાળાઓની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સ્ટેજને ગજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં થોડી જ ક્ષણોમાં જે.ડી. મજેઠીયા, જયસુખભાઈ પટેલ અને સવજીભાઈ ધોળકીયાનું વક્તવ્ય યોજાવા જઈ રહ્યું છે. મોરબી યુવા જ્ઞાનોત્સવના ત્રીજા સેશનનું આજે સાંજે આદર્શ માતા કસોટીના ટોપ 11 બહેનો અને સ્વચ્છતા અભિયાન સમિતિ સભ્યોના હસ્તે દીપપ્રાગટયથી શુભારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં તપોવન વિદ્યાલયની છાત્રાઓએ ઝાંસીની રાણી વિશેની કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓએ હેલ્લારોના સોન્ગ ઉપર ડાન્સ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હમણાં દરમિયાન ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જે. ડી. મજેઠીયાનું 'રુક જાના નહિ, તુમ કહીં હાર કે...' એ વિષય પર તથા એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું રણ સરોવર પ્રોજેકટનું મહત્વ' વિશે વક્તવ્ય યોજાશે..ત્યારબાદ દાતાઓનો સન્માન સમારોહ યોજાશે.બાદમાં જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનું સાચી સફળતાના સૂત્રોએ વિશે વક્તવ્ય આપશે.