મોરબી : મોરબીના સત્યરાજસિંહ જાડેજાએ વિધાનસભામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચોટદાર વક્તવ્ય આપી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર, નહેરુ યુવા કેન્દ્ર, માય ભારત તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા રાજ્યકક્ષાની વિકસિત ભારત યુથ પાર્લામેન્ટનું આયોજન ગાંધીનગર વિધાનસભા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સત્યરાજસિંહ જાડેજાએ જામનગર નોડલ ડિસ્ટ્રિક્ટમાંથી પસંદગી પામી અને વિધાનસભામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ભારતીય બંધારણના 75 વર્ષ વિષય પર પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું.