મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહી મજૂરી કામ કરતા મૂળ માળીયા (મી.)ના મોટા દહીંસરા ગામના રમણિક કેશુભાઈ ધંધુકિયા ઉં.વ.27 ગત તારીખ 27ના રોજ મચ્છુ માતાના મંદિર પાસે સ્નાન કરી રહ્યો હતો. ત્યારે પાણીનો વાલ્વ ખોલવા જતા સમયે શેવાળને કારણે પગ લપસી જતા કપાળ, આંખ, નેણના ભાગે તેમજ પેટમાં ઇજા થતાં પહેલાં મોરબી સિવિલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ મોરબી સીટી. એ.ડીવી.ના પી.એમ.ગોહિલ ચલાવી રહ્યા છે.