મોરબી : મોરબીના લખધીરપુર રોડ સીરામીક કારખાનામાં માથે છત પડતા યુવકનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તા. 9 ફેબ્રુઆરીના રોજ મોરબીના લખધીરપુર રોડ આવેલ એકટીવ સીરામીક કારખાનામાં પીયુશભાઇ મકનભાઇ દેત્રોજા (ઉ.વ.૨૯, રહે. મોરબી, વાવડી રોડ, તા.જી. મોરબી) કારખાનાની પતરાની છત ઉપર કામ કામ કરી રહ્યા હતા, તે વખતે છત ઉપરથી નીચે પડતા માથાના ભાગે ઇજા થતા તેઓનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.