મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ધ્યેય સિરામિક ફેકટરીના માટી ખાતામાં કામ કરતા રણજીતભાઈ ભેરુભાઈ ગીનાવા ઉ.36 નામનો યુવાન માટી ખાતામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે માટીના સાયલોમાં પડી જતા માટીમાં દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.