મોરબી: આમ આદમી પાર્ટીના 'ચલો ગાવ કી ઔર' અભિયાન અંતર્ગત દિલ્હીથી પધારેલ ઓબ્ઝર્વ શ્રી રામ સાથે ૩ ગામની મુલાકાત લીધી હતી. માળીયા તાલુકાના તરઘડી, મોટાભેલા તથા ભાવપર ગામની મુલાકાત લેવામાં આવી જેમાં જે તે ગામના આગેવાનો સાથે બેઠક કરાઈ હતી. આ અભિયાનમાં મોરબી જિલ્લા પ્રમુખ એ કે પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહિલા પ્રમુખ અનીલાબેન સદાતિયા, માળીયા મી. તાલુકા ઉપપ્રમુખ ગીરધારભાઈ પરમાર અને મોરબી શહેર યુવા પ્રમુખ રાજન ગામી ઉપસ્થિત રહી પાર્ટીની ઈમાનદાર અને પ્રજા લક્ષી કામની રાજનીતિની ચર્ચા ગામોના અગ્રણીઓ સાથે કરવામાં આવી હતી.