મોરબી : લીલાપર સ્મશાન નજીકના ખેતરમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનના ભાઈની પત્નિ સામે જોવા મુદ્દે સમજાવવા ગયેલા યુવક પર છરી વડે હુમલો કરાતા ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ સંદર્ભે બન્ને પક્ષોએ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. મોરબીના લીલાપર ગામના સ્મશાન નજીક આવેલા સરપંચ મુકેશભાઈ પટેલની વાડીમાં રહી ત્યાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના 55 વર્ષીય અનકાભાઈ ઉર્ફે હેમંતભાઈ જુવારભાઈ માવડાના ફૈબાના દીકરા ભાઈ કનિયાની પત્નિ ચંપા સામે ખેલસિંગ દિતુભાઈ દેવકા અને મેરસિંગ દિતુભાઈ દેવકા જોતા હોય એ બાબતે અનકાભાઈ બન્નેને સમજાવવા ગયા હતા. ત્યારે બોલાચાલી બાદ મામલો બીચકતા ઉક્ત બન્ને આરોપીઓએ ગાળો ભાંડી ખેલસિંગભાઈએ અનકાભાઈને પીઠમાં તેમજ ડાબા ખભે છરીના ઘા ઝીંકી દેતા અનકાભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે. જ્યારે સામા પક્ષે ખેલસિંગ દિતુભાઈ દેવકાએ પણ અનકાભાઈ, કનિયાભાઈ અને ધનિયાભાઈ સામે ઢીંકાપાટુનો માર માર્યો હોવાની તથા પથ્થરનો ઘા હોઠ પર મર્યાની ફરિયાદ નોંધાવતા મોરબી તા.પો.મથકના પો.હેડ. કોન્સ. કે.એ. ચૌહાણે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.