દેવેનભાઈ રબારીએ ગરીબ બાળકોને પીઝા સહિતના ભાવતા ભોજનિયાં કરાવી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત થાય તેવી ઉજવણી કરી મનાવવો. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ પુત્ર મયંકના જન્મદિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. દેવેનભાઈ રબારીએ પુત્ર મયંકના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'આપવાનો આનંદ' સૂત્રને અપનાવી મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુની સાથે સાથે બાળકોની જીવનશૈલીમાં સુધારો આવે તેમજ અનુશાસન કેળવાય તેવા હેતુથી તથા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સેલ્ફ ડિસ્ટન્સ જાળવી પીઝા સહિત ભાવતા ભોજન કરાવ્યા છે. તેમજ દેવેનભાઈએ પુત્રના જન્મદિવસે ગાય માતાની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી છે.