મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી લોકોને મત ની કિંમત સમજાવવા આજથી મોરબીના જુદા-જુદા વિસ્તારોમાં વિનર્સ ડાન્સ કલબના સહયોગથી મતદાન જાગૃતિ નાટકોની શૃંખલા શરૂ કરવામાં આવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ ના દેવેનભાઈ રબારીના જણાવ્યા મુજબ મતદારો મત નું મૂલ્ય સમજે અને મત દ્વારા બંધારણ માં આપેલ આપડા મૂળભૂત અધિકાર નું પોષણ કરી દેશ ની સેવા માં મહત્વપૂર્ણ યોગદાન અર્પી દેશભાવના જાગરૂત કરી લોકશાહીની સાચી ચેતના પ્રગટાવી લોકતંત્ર ને મજબૂત કરીને ને દેશ પ્ર્ત્ય કૃતજ્ઞા વ્યક્ત કરી તથા યુવાનો ને દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી મતદાન નું મહત્વ સમજાવતા યુવાનો દ્વારા સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો ) યોજી જાગૃતિ લાવવાનો પ્રયાસ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિન્નર્સ ડાન્સ કલાસીસ ના સહયોગથી મોરબી શહેર ના અલગ અલગ વિસ્તારોમાં જઈ જાગૃતિ અભિયાન ચાલવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ ના સંજયભાઈ વ્યાસ તથા બીનાબેન દવે અને જયશ્રીબેન સોલંકી દવારા જહેમત ઉઠાવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='14289,14290,14291,14292,14293,14294']