મોરબી : મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે સામાજિક આગેવાન જયપાલસિંહ તેમજ તેમની યુવા ટીમ દ્વારા મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતીયા અને મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. યુવા ભાજપના બંને પ્રમુખને સન્માનિત કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.મહત્વનું છે કે, જયપાલસિંહ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં સામાજિક આગેવાન તરીકે સારી ઓળખાણ ધરાવે છે. આયુષ્માન કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ અને વિધવા સહાય યોજના માટે તેઓએ લોકોને ઘણી મદદ કરી છે.