પ્રેમસંબંધ મામલે થયેલા ડખ્ખાનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં પ્રેમસંબંધ મામલે થયેલા ડખ્ખાનો ખાર રાખી બે શખ્સોએ તને હવા ભરાઇ ગઇ છે, તેમ કહીને યુવાન પર છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવાનને આ બન્ને શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી, પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસર મોરબીના નવા જાંબુડીયા ગામે ધર્મ સિધ્ધી સોસાયટી મકાન નં-૧૨માં રહેતા સીરામીક કોન્ટ્રાકર મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા (ઉ.વ. ૩૨) એ આરોપીઓ રાજેશ કુમાર બજરંગ યાદવ (રહે. બિહાર, હાલ.રહે. ઓજન સીરામીક સરતાનપર રોડ) અને એક અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૯ ના રોજ ફરીયાદીના પત્ની સાથે આરોપીને પ્રેમ સબંધ હોય, તેવી ફરીયાદીને જાણ થતા ફરીયફીએ આરોપી સાથે ફોનમા વાત કરેલ અને બન્ને વચ્ચે ફોનમા બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખ બન્ને આરોપીઓએ પોતાના મોટર સાયકલ પર આવી ફરીયાદીતેનુ બાઈક લઇ દવા લેવા જતા હોય જેને રસ્તામા આંતરી તને હવા ભરાઇ ગઇ છે તેવુ કહી આરોપીઓએ ફરીયાદીને ચાકુ વતી છાતીના ભાગે એક ઘા તથા પાછળના વાસાના ભાગે એક ઘા મારી ડોકના ભાગે છરકા કરી શરીરે ગંભીર ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate