અચાનક સમૂહમાં આવી નૃત્ય કરી લોકોને અચંબિત કરાયા મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં ફ્લેશ મોબ એટલે કે અચાનક આવી સમૂહ નૃત્ય કરી સૌને અચંબિત કરાયા હતા. ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ નીમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેર ના હાર્દ સમાન નહેરુ ગેટ ચોક (નગર દરવાજા ) માં બાળકો અને યુવાનો અભિનીત જાહેર ફ્લેશ મોબ (અચાનક સમૂહમાં આવીને નાટ્ય તથા નૃત્ય ) દવારા દેશભક્તિની થીમ પર અભિનય અને નૃત્ય દવારા દેશના સર્વભૌમત્વ જેમાં સમાનતા બંધુતા અને ન્યાયની ભાવનાની સાથે દેશપ્રત્યે સમર્પિતભાવ પ્રગટ કરી સંદેશ આપી ગણતંત્ર દિવસ ની અનોખી ઉજવણી યંગ ઇન્ડિયા તરફથી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયાના નવીનતમ થીમ આધારિત મોબ ફ્લેશ મોરબીના શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='17746,17747,17748']