મોરબી : મોરબી જિલ્લામાં અત્યાધુનિક તબીબી સુવિધા સાથે શરૂ થયેલી મધરકેર હોસ્પિટલ દ્વારા કાલે વિનામૂલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના અયોધ્યા પુરી મેઈન રોડ પર 3/4 સાવસર પ્લોટમાં આવેલ જૂની દિશા હોસ્પિટલ મધરકેર હોસ્પિટલમાં તા.24ને રવિવારે સવારે 9 વાગ્યે વિનામૂલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મધરકેર હોસ્પિટલના તબીબોની ટિમ સેવા આપશે તેથી આ સ્ત્રીરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં મહિલા દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.આ નિદાન કૅમ્પ માટે નામ નોંધાવવા મો.9909240340 ઉપર સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en